Mon,29 April 2024,1:32 am
Print
header

ED એ પૂર્વ મુખ્યમંત્રી KCRની પુત્રીની કરી ધરપકડ, દિલ્હી દારૂ કૌભાંડમાં કાર્યવાહી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીઓ પહેલા ઇડી દ્વારા એક પછી એક નેતાઓ સામે મોટી કાર્યવાહી કરાઇ રહી છે, હવે તેલંગાણાના પૂર્વ સીએમ અને બીઆર એસ નેતા કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતાની ઇડીએ ધરપકડ કરી લીધી છે. તેમની સામે દિલ્હી દારૂ પોલીસી કૌભાંડને લઇને તપાસ થઇ રહી છે. કવિતાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે, આ કેસમાં અગાઉ મનિષ શિસોદીયા સહિતના અનેક નેતાઓ જેલમાં બંધ છે અને હવે કે.કવિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

કવિતા સામે કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી સહિતના અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે એક કેસમાં 20 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવી હતી. પરંતુ ઇડીએ અન્ય કોઇ કેસમાં આ કાર્યવાહી કરી છે.

કે.કવિતાને હૈદરાબાદથી દિલ્હી લાવવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે, તેમની સાથે અન્ય નેતાઓના નામો પણ આ કેસમાં જોડાયેલા છે, ઇડી આગામી દિવસોમાં વધુ નેતાઓની ધરપકડ કરી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch