Fri,26 April 2024,3:57 pm
Print
header

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવાઇ

ગાંધીનગર: કોરોનાના કપરા કાળ અને તૌકતે વાવાઝોડાએ રાજ્યના હજારો ખેડૂતોની કમર તોડી નાખી છે તેવામાં ખેડૂતો બેઠા થવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે. આ સ્થિતીમાં ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે 4 ટકા વ્યાજ રાહત કે જે અંદાજે 241 કરોડ રૂપિયા થાય છે તે ગુજરાત સરકાર ચૂકવશે.

રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટૂંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે તમામ ખેડૂતો માટે 30 જૂન સુધીની રાજ્ય સરકારની 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે.

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંકટના સમયે રાજ્યના ધરતી પુત્રોને મોટી આર્થિક રાહત આપતો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ.241.50 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch