Sat,04 May 2024,5:06 pm
Print
header

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો વિરોધ શરૂ, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને કહી આ વાત

    ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છેઃ ગેનીબેન ઠાકોર

    કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરે દર્શાવ્યો વિરોધ

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા મામલે વિરોધપક્ષ મેદાનમાં આવી ગયો છે. કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનું આ ષડયંત્ર છે. આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે. બીજી તરફ  કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું જ નામ આપશે. આ નિર્ણયનો તેમને વિરોધ કર્યો છે.

ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, સરકારે ગુજરાતને કલંક લગાડવાનો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે. કોઈ પણ શખ્સ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો હતો.

ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોએ દારૂ માટે માઉન્ટ આબુ તથા અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, તેની જગ્યાએ સરકારે તેમને ગુજરાતમાં જ સુવિધા કરી આપી છે. આ નિર્ણયને અમે વખોડીયે છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ગાંધીના ગુજરાતને કલંકિત કરવાનું કામ કરનારાઓનો અમે વિરોધ કરીએ છીએ, તેમને ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch