Sat,27 April 2024,1:05 am
Print
header

પ્રોટીનથી ભરપૂર કાબૂલી ચણામાં છુપાયેલા છે અનેક સ્વાસ્થ્ય લાભો, શું તમે જાણો છો ? Gujarat Post

કાબૂલી ચણા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. ચણા પ્રોટીન અને વિટામિન B6 નો સારો સ્ત્રોત છે. ફોલેટ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા સંયોજનો ચણામાં જોવા મળે છે.ઉપરાંત તેમાં ફાઈબર પણ હોય છે જે હૃદય માટે ફાયદાકારક છે. 

બ્લડ સુગર કંટ્રોલ કરે છે

ડાયાબિટીસના દર્દીઓને ચણાના સેવન માટે કહેવામાં આવે છે, બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા કાબૂલી ચણા ખૂબ જ ફાયદાકારક છે, તેનું સેવન ઘણી રીતે કરી શકાય છે. ચણામાં હાજર ફાઈબર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

બીપી નિયંત્રણમાં રહે છે

તમારા આહારમાં કાબૂલી ચણાનો સમાવેશ કરીને તમે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. હાઈ બીપીના દર્દીઓને દરરોજ અમુક માત્રામાં પોટેશિયમની જરૂર હોય છે, જે ચણા દ્વારા પૂરી થઈ શકે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

પાચનક્રિયા યોગ્ય રાખે છે

કાબૂલી ચણામાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સારું રાખે છે. તે આંતરડામાં ફસાયેલા ઝેરને દૂર કરવામાં મદદ કરે છે.

હાડકાંને મજબૂત બનાવે છે

કાબૂલી ચણામાં આયર્ન, કેલ્શિયમ, વિટામીન C, A, E, ફોલેટ, એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક સંયોજનો હોય છે, જેનું સેવન કરવાથી આપણા શરીરના હાડકા મજબૂત રહે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar