Sun,28 April 2024,9:02 pm
Print
header

આખરે બિહારમાં ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારે રાજ્યપાલને આપી દીધું રાજીનામું, ફરી મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

પટનાઃ બિહારના રાજકારણમાં આજે સુપર સન્ડે છે. આ 9મી વખત હશે, જ્યારે નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. નીતિશે જે રીતે પલટવાર કર્યો છે તેનાથી વિપક્ષ આશ્ચર્યચકિત છે. બધા પૂછી રહ્યાં છે કે નીતીશ કુમારે આવું કેમ કર્યું ? લાલુ યાદવ અને તેજસ્વી યાદવ કહી રહ્યાં છે કે નીતિશ કુમાર જે રાજનીતિ ચલાવી રહ્યાં છે તેમાં તેમને સરળતાથી સફળ થવા દેશે નહીં. તેજસ્વી યાદવે એવો પણ દાવો કર્યો છે કે બિહારમાં હજુ નવી રમત રમવાની બાકી છે.

નીતીશ 12 વાગ્યે રાજ્યપાલને આપી દીધું રાજીનામું 

બીજેપી તેના બિહારના સાંસદો અને ધારાસભ્યો સાથે 9 વાગ્યે બેઠક હતી, 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક હતી. 11 વાગ્યે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ યોજાનાર હતો. ત્યારબાદ ભાજપના ધારાસભ્યો નીતિશના નિવાસસ્થાને જઇને તેમની સાથે રાજભવન ગયા અને જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમાર 12 વાગ્યે રાજ્યપાલને મળ્યાં અને રાજીનામું આપી દીધુ હતુ. જે બાદ બીજેપી વિધાયક દળની બેઠકમાં નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવશે.

જેડીયુ અને ભાજપના ધારાસભ્યોની સંયુક્ત બેઠક થશે, ત્યારબાદ નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ બીજેપી ધારાસભ્યોને સોમવાર સાંજ સુધી પટનામાં જ રહેવા કહ્યું છે.

લાલુ યાદવની તમામ રાજકીય ગતિવિધિઓ પર નજર  

લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યાં છે. ધારાસભ્યોની બેઠકમાં તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મોટી રમત થવા જઈ રહી છે. તેજસ્વીનાં આ નિવેદન બાદ બિહારમાં મોટો ખેલ થવાનો છે.  

લાલુ યાદવ દ્વારા જીતનરામ માંઝીને પણ મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપવામાં આવી રહી છે પરંતુ માંઝીએ કહ્યું છે કે તેઓ 100 ટકાએનડીએમાં જ રહેશે. ત્યારે હાલમાં તો નીતિશ કુમાર હવે લાલુ પરિવારથી દૂર થઇ ગયા છે અને પોતના જૂના સહયોગી ભાજપ સાથે જઇ રહ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch