Fri,26 April 2024,1:41 pm
Print
header

પોતાના મકાનમાં ચોરી થઇ હોવાનું જાણ થતા જ મકાન માલિકનું હાર્ટએટેકથી મોત

ભરૂચઃ ઝઘડિયા તાલુકાનાં અછાલિયા ગામના આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદી અને રોકડા રૂપિયા ત્રણ લાખ મળીને કુલ 25 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતાં તેમનું હાર્ટ એટેક આવતા મોત નીપજયું હતું તેમને આઘાત લાગતા હાર્ટ એટેકથી તેમનું મોત થયાનું તેમના પરિવારે જણાવ્યું છે.

સુરતના રાંદેર રોડ ઉપર આવેલા સાઈ આશિષ સોસાયટીમાં રહેતા જયકુમાર પ્રકાશચંદ્ર રાવનો પરિવાર મૂળ વતન અછાલિયા ગામનો છે મોટા ફળિયા સ્થિત તેમના ઘરે વૈશાખ સુદ આઠમના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી તેમના માતા-પિતા ગત તારીખ-27મી મેના રોજ તેમના માતા રોકડા રૂપિયા ત્રણ લાખ અને સોના-ચાંદીના ઘરેણાં તેમજ ડાયમંડ વીંટી સહિતનો સામાન લઈને અછાલિયા ગામના મોટા ફળિયામાં તેમના ઘરે આવ્યાં હતા અને પોતાના ઘરે જમીને સૂઈ ગયા હતા. ત્યારે જ તસ્કરો ત્રાટક્યાં હતા.

તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી મકાનમાં પ્રવેશ કર્યો હતો, રૂપિયા 25 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ મકાન માલિક પ્રકાશચંદ્ર રાવને થતાં તેઓનું હાર્ટ એટેક આવતા મોત નીપજયું હતું. ચોરીના બનાવ અંગે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ત્યારે પરિવારમાં પણ મોભીનું મોત થતા શોકનો માહોલ છવાઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch