Mon,29 April 2024,12:21 pm
Print
header

બાંગ્લાદેશના ઢાકાની એક રેસ્ટોરન્ટમાં આગથી અફડાતફડી...44 લોકોનાં મોત-અનેક ઘાયલ

બાંગ્લાદેશઃ રાજધાની ઢાકામાં એક ઈમારતમાં આગ લાગી હતી, જેમાં 44 લોકોનાં મોત થયા છે. આગ બેઈલી રોડ પર સ્થિત એક બિલ્ડિંગમાં લાગી હતી, જેમાં ઘણી રેસ્ટોરાં છે. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરીને સાતમા માળેથી 70 લોકોને બહાર કાઢ્યાં હતા, જેમાં 42 લોકો બેભાન હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેન સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

75 ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યાં

સ્વાસ્થ્ય મંત્રી સેને કહ્યું કે ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. ઢાકા મેડિકલ કોલેજમાં 33 અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં 10 લોકોનાં મોત થયા છે. સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને કહ્યું કે અત્યાર સુધીમાં 75 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. પ્રાથમિક સારવાર બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.

રેસ્ટોરન્ટમાં 9.45 વાગ્યે આગ લાગી હતી જે ઝડપથી ફેલાઈ હતી

બચાવ કામગીરીમાં લાગેલા ફાયર કર્મીઓએ જણાવ્યું કે મોટા ભાગના લોકોનાં મોત ઈમારત પરથી કૂદવાને કારણે અને સળગી જવાને કારણે થયા હતા. ગૂંગળામણને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં લગભગ 9.45 કલાકે આગ લાગી હતી, જે ઝડપથી અન્ય રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી.

આગ લાગી તે સમય હોટલ માટે સૌથી વ્યસ્ત સમય હતો.આ સમયે હોટલોમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે વધુ જાનહાનિ થઈ હતી. અધિકારીના જણાવ્યાં અનુસાર આગ ફેલાવવાનું મુખ્ય કારણ ગેસ સિલિન્ડર છે. આગના ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

પોલીસ અને ફાયર વિભાગની સાથે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી), રેપિડ એક્શન બટાલિયન (આરએબી) પણ સ્થળ પર હાજર છે, જે બચાવ કામગીરીમાં પોલીસ અને ફાયર બ્રિગેડની સાથે કામગીરી રહી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch