Fri,26 April 2024,10:57 am
Print
header

પૂજારીની પ્રેમલીલાઃ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને કર્યું અપહરણ

કિશન પુરોહિતે યુવતીના પિતાને ધમકી આપી, તેના ઘરે જઈને યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો

 

અરવલ્લી: મેઘરજમાં રાયાવાડા ગામમાં  મંદિરમાં ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંદિરના પૂજારીએ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો છે જે બાદ પરિવારે મેઘરજ પોલીસ મથકમાં આ ઘટના અંગેની ફરિયાદ નોંધાવી છે, આ બનાવથી ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

અઢી વર્ષ પહેલાં ગામના તળાવ પરના મંદિરમાં પૂજા કરવા માટે મેઘરજના જ કિશન પુરોહિતને પૂજારી તરીકે રાખવામાં આવ્યો હતો. દર મહિને પૂજા કરવા માટે તેને 5 હજાર રૂપિયા આપવાના નક્કી કરાયા હતા.ગ્રામજનો નાના મોટા પ્રસંગોમાં જમવા માટે પૂજારીને બોલાવી આદરસત્કાર કરતાં હતા પૂજારીને યુવતીના પરિવારનાં ઘરે અવારનવાર જમવા માટે બોલાવવામાં આવતો હતો જેનો તેને ગેરફાયદો લીધો છે.

કિશન પુરોહિત જે પરિવારનાં ઘરે અવારનવાર જતો હતો તે ઘરે એક યુવતી સાથે પૂજારીની આંખો મળી ગઇ હતી. જમ્યા બાદ 2 કલાક ભક્તિ-પૂજાની વાતો કરતો હતો અને તેને યુવતીને ફસાવી હતી, નવ માસ પહેલાં યુવતીનો પરિવાર દ્વારકા દર્શન માટે ગયો ત્યારે 13-9-2020ના દિવસે યુવતીનો જન્મ દિવસ હોવાથી કુટણ તળાવના મંદિરના મકાનમાં ઉજવણી કરી હતી. પૂજારીએ યુવતીને એન્ડ્રોઈડ ફોન પણ આપ્યો હતો.આ અંગેની જાણ યુવતીના પિતાને થતાં તેણે પૂજારીને ફોન પરત આપી યુવતીને ઠપકો કર્યો હતો.

આ ઘટના બાદ કિશન પુરોહિતે યુવતીના પિતાને ધમકી આપી અને તેના ઘરે જઈ યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો બાદમાં 12 જૂન 2021ની રાતે પરિવાર રાતના સમયે સૂતો હતો. ત્યારે કિશન કારમાં આવીને યુવતીનો હાથ પકડીને તેને લઈ ગયો હતો, આ પરિવારે મેઘરજ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કિશન પુરોહિતને આ કામમાં તેના બે મિત્રોએ મદદ કરી છે. હાલ પોલીસે યુવતીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યાંની ફરિયાદને આધારે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. અલગ અલગ ટીમ બનાવીને યુવતીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ ઘટનાથી ગામના લોકોમાં પણ પૂજારી સામે રોષ વ્યાપી ગયો છે. જેને મંદિરની પૂજા કરવાનું કામ આપ્યું હતુ જે જ પૂજારીએ આવું કૃત્ય કરતા તેની સામે આક્રોશ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch