Mon,29 April 2024,12:46 am
Print
header

રશિયામાં પુતિનના વધુ એક દુશ્મનની હત્યા....યુએસ પ્રમુખ બાઇડને કહ્યું આ પુતિનનું ષડયંત્ર

વોશિંગ્ટનઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના  ટીકાકાર વિપક્ષી નેતા એલેક્સી નવલનીની હત્યા થઇ છે. નવલની ઉગ્રવાદના આરોપમાં 19 વર્ષની સજા ભોગવી રહ્યાં હતા, જે દરમિયાન તેમની હત્યા કરાઇ છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને નવલનીના મોત માટે રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું કે નવલની સાથે જે થયું તે પુતિનની ક્રૂરતાનો પુરાવો છે.

બાઇડેને કહ્યું- અમે પુતિનની ક્રૂરતા જાણીએ છીએ

અત્યાર સુધી પુતિનના અનેક વિરોધીઓની હત્યા

રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે આ મોતના સમાચાર સાચા છે તો આ એક ક્રૂરતા છે. અમે પુતિનની ક્રૂરતા જાણીએ છીએ અને યુક્રેન તેનું ઉદાહરણ છે. રશિયન અધિકારીઓ તેમની વાર્તાઓ કહેશે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે નવલનીનાં મોત માટે પુતિન જવાબદાર છે.

પુતિન અન્ય દેશોના નાગરિકોને પણ નિશાન બનાવે છે, કારણ કે આપણે જોયું છે કે યુક્રેનમાં અત્યારે શું થઈ રહ્યું છે. પુતિને તેમના લોકો વિરુદ્ધ ભયંકર અપરાધો કર્યાં છે અને રશિયા અને વિશ્વભરના લોકો આજે નવલની માટે શોક વ્યક્ત કરી રહ્યાં છે. નવલની પુતિન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર, હિંસા અને અન્ય ખોટાઓનો બહાદુરીપૂર્વક વિરોધ કરી રહ્યાં હતા.

નવલનીને ઝેર અપાયું હોવાની આશંકા

એલેક્સી નવલની કોણ હતા ?

નવલનીને પુતિનના કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા. તેમણે ભ્રષ્ટાચાર સામે લડવા અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે.  1976માં જન્મેલા નવલનીએ કાયદાનો અભ્યાસ કર્યો અને પોતાની જાતને એક સફળ વકીલ તરીકે સ્થાપિત કર્યાં, પરંતુ 2008માં તેમણે સરકારી કંપનીઓના કૌભાંડોને ઉજાગર કરતો બ્લોગ લખ્યો. આ એક બ્લોગને લઇને તેમની લોકપ્રિયતા વધી હતી. ઉપરાંત સરકારમાં ઘણા નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ રાજીનામું આપવું પડ્યું હતું.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch