Sun,19 May 2024,2:42 am
Print
header

લક્ઝરી કારની ચોરી કરતા હાઈટેક ચોરોનો પર્દાફાશ, ફ્લાઈટમાં જઇને કરતા હતા ડીલ

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે 500થી વધુ લક્ઝરી કારની ચોરીમાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ટોળકીના બે સભ્યોની ધરપકડ કરીને 10 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલતાન અને રાંચીના રહેવાસી ઈરફાન ઉર્ફે પિન્ટુ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યાં અનુસાર આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોમાં રહેતા લોકો સાથે મળીને ગેંગ બનાવી હતી. આ ગેંગ લક્ઝરી વાહનોની ચોરી કરતી હતી.આ લોકો લેપટોપમાંથી વાહનોના સિક્યોરિટી કોડને ડીકોડ કરતા હતા. ત્યારબાદ ચોરી કર્યાં બાદ તેઓ એન્જિન અને ચેસીસ નંબર બદલીને વેચી દેતા હતા.

આ ટોળકી પ્લેનમાં જઇને સોદા કરતી હતી

આ ટોળકીના સભ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિતના અન્ય રાજ્યોના આરટીઓની મદદથી એનઓસી મેળવી ચોરીના વાહનો પાસ કરાવતા હતા. આરોપી પિન્ટુ ભંગારનો ધંધો કરતો હતો. તે પ્લેનમાં અન્ય રાજ્યોમાં જતો હતો અને ચોરીના વાહનોનો સોદો કરતો હતો. આ પછી અશરફ વાહનને અન્ય રાજ્યમાં લઈ જતો હતો. હવાઈ ​​મુસાફરી અને અન્ય રાજ્યોમાં રહેવાનો સંપૂર્ણ ખર્ચ વાહન ખરીદદારો પાસેથી વસૂલવામાં આવ્યો હતો.

આ ટોળકી છેલ્લા 5 વર્ષથી વાહનોની ચોરી કરતી હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં અનુસાર પકડાયેલા આરોપીઓ અને તેની ગેંગ છેલ્લા 5 વર્ષથી વાહનોની ચોરી કરતી હતી. આ ટોળકી અત્યાર સુધીમાં 500થી વધુ પ્રિમિયમ કારની ચોરી કરી ચૂકી છે. જપ્ત કરાયેલા વાહનો દિલ્હીમાં અને યુપીમાં નોંધાયા છે. આ વાહનોના માલિકોએ એફઆઈઆર પણ નોંધાવી હતી.

બંને આરોપીઓને દિલ્હી પોલીસને સોંપવામાં આવશે

આ ટોળકી જરૂરિયાત મુજબ વાહનોના ફોટા ગ્રાહકોને વોટ્સએપ પર મોકલતી હતી. એડવાન્સ પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન વધુ ચોરાયેલા વાહનોની માહિતી મળી છે. તેમાંથી કેટલાક વાહનો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહોંચાડવામાં આવ્યાં હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ માટે બંને આરોપીઓને દિલ્હી પોલીસને સોંપશે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસમાં વધુ ચોરાયેલા વાહનો અને રાજ્યોના RTOની મિલીભગતનો પર્દાફાશ થવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch