Mon,20 May 2024,4:43 pm
Print
header

Fact Check News: શું ભારત સરકારે લોહી આપવા માટે હેલ્પલાઇન નંબર 104 જારી કર્યો છે ? જાણો વાતનું સત્ય

Fact Check: સોશિયલ મીડિયા પર લોકોને આર્થિક રીતે કે અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડવા માટે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને સરકારી યોજનાની લાલચમાં લોકોને ફસાવીને છેતરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અખિલ ભારતીય હેલ્પલાઇન નંબર 104 "બ્લડ ઓન કોલ" શરૂ કર્યો છે.

Fact Check News: જાણો શું દાવો કરવામાં આવ્યો છે ?

ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારની નવી પહેલ...જો તમને લોહીની જરૂર હોય તો આજથી 104 પર કોલ કરો. 40 કિ.મીના વિસ્તારની અંદર 4 જ કલાકમાં તમને બ્લડ આપવામાં આવશે. તમારે ભટકવાની જરૂર નથી. તમારે પરિવહન માટે બોટલ દીઠ 450 રૂપિયા અને 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તમે આ ટોલ ફ્રી નંબર પર સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સહાયતા પણ મેળવી શકો છો. આ પોસ્ટ કરવા પાછળનો એક ઉદ્દેશ એ પણ છે કે જો તમારે આ પોસ્ટને ફોરવર્ડ કરવાની જરૂર હોય તો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર મદદ મળી શકાય છે.

Fact Check News: જાણો ફેક ચેકમાં શું છે સત્યતા ??

અમે 'બ્લડ ઓન કોલ' સર્વિસ માટે કીવર્ડ સર્ચ હાથ ધર્યું. 7 જાન્યુઆરી, 2014ના રોજ ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અમને મળ્યો. રિપોર્ટ અનુસાર, લોકો કોલ સેન્ટર સાથે જોડાવા માટે 104 ડાયલ કરી શકે છે, જે તેમની વિનંતીને બ્લડ બેંકોને રિલે કરશે. અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર સરકારે સૂચિત કર્યું હતું કે તમામ હોસ્પિટલોએ આ યોજનામાં ભાગ લેવો જરૂરી છે. અમને મહારાષ્ટ્ર જાહેર આરોગ્ય વિભાગની વેબસાઇટ પર એક સૂચના પણ મળી. વેબસાઇટ નોંધે છે કે 104 નંબરનો ઉપયોગ 'બ્લડ ઓન કોલ' સેવા માટે થાય છે.

31 ઑક્ટોબર 2017ના રોજ પ્રકાશિત થયેલા ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ પણ અમને મળ્યો. આ રિપોર્ટનું શીર્ષક છે, 'ડૉક્ટર માટે ડાયલ 104; મહારાષ્ટ્ર બુધવારે શરૂ કરશે સુવિધા'. રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે પીએચસી અને ગ્રામીણ હોસ્પિટલોમાં સારવાર માટે ડોક્ટર ઉપલબ્ધ કરાવવા માટે 104 ટોલ ફ્રી નંબર શરૂ કર્યો હતો. આ બતાવે છે કે 104 નંબરનો ઉપયોગ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક કરતા વધુ પહેલમાં કરવામાં આવ્યો છે.

Fact Check News:
અમે વધુ એક કીવર્ડ સર્ચથી તપાલ શરૂ કરી, 13 જુલાઈ, 2017ના રોજ પ્રકાશિત ધ હિન્દુનો એક લેખ જોયો. ધ હિન્દુના અહેવાલમાં જીવીકે ઇએમઆરઆઈ અને તમિલનાડુ સરકાર દ્વારા સંચાલિત '104' મેડિકલ હેલ્પલાઇનથી લોકોને કેવી રીતે ફાયદો થયો છે તે અંગે વિસ્તૃત વાત કરવામાં આવી છે. પછી અમે ઈએમઆરઆઈ (ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)ની વેબસાઈટ જોઈ. વેબસાઇટમાં 104 મેડિકલ હેલ્પલાઇનની સૂચિ હતી. વેબસાઇટે નોંધ્યું છે કે, "જીવીકે ઇએમઆરઆઇ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, તમિલનાડુ, ગુજરાત, ગોવા અને રાજસ્થાન વહીવટીતંત્રની ભાગીદારીમાં "104 હેલ્થ એડવાઇઝ હેલ્પલાઇન સર્વિસીસ"ચલાવી રહી છે.

Fact Check News:
ઉંડી તપાસમાં સામે આવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ પોસ્ટ ગેરમાર્ગે દોરનારી છે. આ વાત તદ્દન ખોટી છે, તેથી તેના પર વિશ્વાસ ન કરો. આ દાવો ભ્રામક છે. ભારત સરકારે આવી કોઈ સેવા શરૂ કરી નથી. કેટલાક રાજ્યોમાં આ નંબરનો ઉપયોગ વિવિધ હેલ્પલાઇન સેવાઓ માટે કરવામાં આવે છે. પરંતુ હાલની આ વાત તદ્દન ખોટી અને તમને ગેરમાર્ગે દોરનારી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch