Mon,29 April 2024,3:06 am
Print
header

આ લોકોને નાની લાંચ તો ગમતી જ નથી. હવે વલસાડમાં અનામત પોલીસ કોન્સ્ટેબલે 5 લાખ રૂપિયાની લાંચ માંગી

વલસાડઃ રાજ્યમાં લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓ સામે એસીબીએ સંકજો કસ્યો છે. લાંચ માંગીને પોતાના ખિસ્સા ભરતા સરકારી બાબુઓ સામે જનતા સર્તક થઇ ગઇ છે.વલસાડમાં આશીષ માયાભાઈ કુવાડીયા,અ.પો.કો.,બ.નં.928, લોકલ ક્રાઇમ બ્રાંચે 3 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે. ફરીયાદી અગાઉ દારૂનો ધંધો કરતા હતા, હાલ દારૂનો ધંધો ન કરતા હોવા છતાં આરોપીએ દારુના કેસમાં ફરીયાદીનું નામ ખોટી રીતે નાખીને અંદર કરી દેવાની ધમકી આપી હતી અને રૂ. 5 લાખની માંગણી કરી હતી

રકઝકને અંતે રૂ. 3 લાખ આપવાના નક્કી કર્યાં હતા. પરંતુ  લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. પોલીસ સ્ટેશન, ભરૂચ ખાતે આવીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા  આરોપીને ફરીયાદી પાસેથી રૂ. 3,00,000 ની લાંચની રકમ ઉદવાડા ઓવરબ્રીજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આવેલા ગેરેજ પાસે ગાડીમાં મુકાવી હતી.પરંતુ આરોપી પોલીસકર્મીને લાંચના છટકાનો અંદાજ આવી જતા ગાડી મુકીને ભાગી ગયો છે.  એસીબી તેની શોધખોળ કરી રહી છે.

ટ્રેપીંગ અધિકારી: એસ.વી.વસાવા,પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા એ.સી.બી. સ્ટાફ ભરૂચ

સુપરવિઝન અધિકારી: પી.એચ.ભેંસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી વડોદરા એકમ,વડોદરા.

(જો તમારી આજુ બાજુ પણ આવા લાંચિયો હોય તો તમે પણ ટોલ ફ્રી - 1064 પર સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો)

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch