Sat,27 April 2024,1:41 am
Print
header

સુરતમાં ACB એ વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ઝડપી પાડ્યો, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

સુરતઃ એસીબીએ વધુ એક પોલીસકર્મીને લાંચની રકમ સાથે ઝડપી લીધો છે, બુધાલાલ હેમુભાઇ માધર, અપો.કો. મહુવા પોલીસ સ્ટેશનને ઝડપી લેવાયો છે. આરોપીએ મહુવા એસ.ટી. બસ સ્ટેશનના ટોયલેટ બ્લોકસની બાજુમાં 50 હજાર રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી નાખી હતી.
 
ફરીયાદી મહિલાના પતિને પ્રોહિબીશનના ગુનાના પોલીસ સ્ટેશન લવાયો હતો અને તેની ફોર વ્હિલર ગાડી જમા લેવાઇ હતી. આ ગાડી છોડાવવા આરોપી પોલીસકર્મીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે 50 હજારમાં બધુ નક્કિ કરાયું હતુ.
 
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં આ મામલે જાણ કરી હતી, એસીબીની ટીમે છટકું ગોઠવીને આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરાઇ છે.
 
ટ્રેપીંગ અધિકારી: શ્રીમતિ એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી, સુરત એકમ, મદદમાં પો.ઇ. સુ.શ્રી એસ.એચ.ચૌધરી, તાપી એસીબી પો.સ્ટેશન, સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch