Mon,06 May 2024,2:46 pm
Print
header

સાવલીઃ અનાર્મ PSI ને ઓફિસમાં જ ACB એ રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા

સુરતઃ મહિલા ફરીયાદીના પતિ મીકેનીકનો વ્યવસાય કરે છે. તેમને સેકન્ડહેન્ડ સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નંબર જીજે-23-એ.એન. 0602 પોતાના ભાઇ ભાવિનકુમાર મણીભાઇ સુથારના નામે લીધી હતી. કારને સ્ટેમ્પપેપર ઉપર લખાણ કરીને નોટરી કરી ફરીયાદીના પતિના નામે કરાવેલી અને ફરીયાદીના પતિને વર્ષ-2019માં આર્થિક જરૂરિયાત ઉભી થતા તેઓએ પાસે રૂ. 1,20,000 માં ગીરો મુકી હતી.

ફરીયાદીના પતિએ પવનભાઇને નાણાં પરત ન આપી શકતા પવનભાઇએ ગાડી સંજયભાઇ રહે. લોટીયા ભાગોળ, આણંદને પાછી ગીરો આપી દીધી હતી. બાદમાં આ ગાડી સાવલી ખાતે દારૂમાં પકડાતા સાવલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને તેમાં આ ગાડી જેના નામે છે તે ફરીયાદીના દિયર ભાવિનકુમાર મણીભાઇ સુથારને સાવલી પોલીસ સ્ટેશને તા. 5.8.2023 નારોજ અટકમાં લેવામાં આવ્યાં હતા.

ફરીયાદીના પતિના મિત્ર ગૌરાંગગીરી ગોસ્વામી મારફતે કેસની પતાવટ માટે પીએસઆઇ વાંસદિયાએ રૂ. 35,000 ની માંગ કરી હતી. ફરીયાદી પો.સ.ઇ. ડી.એમ. વાંસદિયાને લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ.

આરોપી વાંસદિયાએ ફરીયાદીના પતિને કહ્યું કે પોતાની બાજુમાં આવેલા કોમ્પ્યુટર ટેબલના છેલ્લા ડ્રોવરમાં રૂ. 20,000 મુકી દો, ત્યારે જ એસીબીએ તેમને ઝડપી લીધા છે.

ટ્રેપિંગ અધિકારીઃ એમ.કે. સ્વામી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ

સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch