Thu,02 May 2024,9:52 am
Print
header

CMO ના નકલી અધિકારી વિરાજના અનેક કારનામા...જાપ્તામાંથી ફરાર થવામાં કોન્સ્ટેબલે જ કરી હતી મદદ

વિરાજ મિઝોરમની બોર્ડર પરથી પકડાઇ જતાં તેને વડોદરા લવાયો

કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી

બંનેને સામ સામી બેસાડી પૂછપરછ કરવામાં આવશે

વડોદરાઃ રાજ્યમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ટોલનાકું, નકલી આઇપીએસના કારનામા દેખાઇ રહ્યાં છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં સીએમઓ ઓફિસરની ખોટી ઓળખ આપતો એક શખ્સ ઝડપાયો હતો. વડોદરામાં સીએમઓનું નામ વટાવીને રોફ મારતા ઠગ વિરાજ પટેલે જાપ્તાના જ કોન્સ્ટેબલ હિતેન્દ્રને ફોડયો હોવાની વિગતો ખૂલતાં કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી હતી. સીએમઓ તેમજ ગિફ્ટ સિટીના સીઇઓ તરીકે ઓળખાણ આપી રૂઆબ છાંટતા વિરાજ અશ્વિન પટેલ સામે મુંબઇની મોડેલે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.  તેની પાસે બે  પાનકાર્ડ મળી આવતાં તેનો પણ અલગ ગુનો નોંધાયો છે, બળાત્કારના કેસમાં વિરાજને થોડા દિવસો પહેલા કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે તે ફરાર થઇ ગયો હતો. જેથી તેને શોધવા માટે પોલીસ કમિશનરે 10 ટીમો બનાવી તેનું સંકલન કર્યું હતું.વિરાજ મિઝોરમની બોર્ડર પરથી પકડાઇ જતાં તેને વડોદરા લવાયો હતો.

પોલીસની તપાસમાં વિરાજ જાપ્તાના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહની મદદથી તેનું બાઇક લઇને ફરાર થઇ ગયો હોવાની વિગતો ખૂલી હતી. જેથી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. વિરાજ પટેલે જાપ્તાના કોન્સ્ટેબલને વિશ્વાસમાં લઇ મારી વૃધ્ધ માતા આજે મળવા આવવાની છે તેમ કહી તેણે માત્ર 10 મિનિટ માટે કોન્સ્ટેબલની મદદ માંગી હોવાની ચર્ચાઓ છે.કોન્સ્ટેબલે તેને પોતાની બાઇક આપતાં તે બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. જો કે હિતેન્દ્ર પાસે મળેલી વિગતો પર ગોત્રી પોલીસ વિશ્વાસ કરતી નથી. બંને વચ્ચે કોઇ લેવડદેવડ થઇ છે કે કેમ તે મુદ્દે પોલીસ બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરશે.

આરોપી પહેલા નડિયાદ ગયો હતો અને ત્યાંથી અમદાવાદ તરફ ગયો હોવાનું પોલીસ માની રહી છે. જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. વિરાજ પટેલે આસામ ખાતેથી મોબાઇલ પણ ખરીદ્યો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch