Thu,02 May 2024,9:50 am
Print
header

ફરીથી યુવરાજસિંહે ભાજપ સરકારની ચિંતા વધારી, જેટકોની પરીક્ષા રદ્દ થવા મામલે ઉગ્ર આંદોલન શરૂ- Gujarat Post

યુવરાજસિંહ જાડેજાએ ભગવદ ગીતાનો પાઠ કર્યો

કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોએ આંદોલન ચાલુ રાખ્યું

વડોદરાઃ વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ગઈકાલે રાત્રે વડોદરાની જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતા અને ઠંડી સામે રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને ચાદર આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓની માંગને સમર્થન આપીને આંદોલન શરૂ કર્યું છે.

યુવરાજસિંહે કહ્યું, સમગ્ર મામલામાં ઉમેદવારોની કોઈ ભૂલ નથી. પોલ ટેસ્ટમાં ગેરરીતિ કે ગરબડ થઈ હોય તો તે માટે અધિકારીઓ જવાબદાર છે,તેમની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવે તે યોગ્ય નથી. આ મામલે ઉર્જા મંત્રીના ઘર તેમજ વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે.

કેટલાક ઉમદેવારો ફૂટપાથ પર સૂતા જોવા મળ્યાં હતાં. ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવવી પડી હોવાથી તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તમામની માંગ છે કે, જ્યાં સુધી જેટકોના એમ. ડી. નહીં મળે, આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ આ મુદ્દે વિદ્યાર્થીઓને સમર્થન આપવા આવી શકે છે.

જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા યોજવામાં આવશે. જેટકોએ પોતાની વેબસાઈટ પર સત્તાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch