Thu,02 May 2024,6:10 pm
Print
header

રાજપૂતો પરના નિવેદનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા મુશ્કેલીમાં, આ કોંગ્રેસ નેતાએ કર્યો માનહાનિનો કેસ

- કોંગ્રેસ નેતાએ રાજકોટ CJM કોર્ટમાં ફરિયાદ કરી

- મામલો શાંત પાડવા માજી ધારાસભ્યએ ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી હતી

- સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજે રૂપાલાના પૂતળાનું દહન કર્યું

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ નારાજ છે, રાજાઓ વિશે ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના એક નેતાએ રાજકોટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મામલો શાંત પાડવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી હતી. વધી રહેલા વિવાદને જોતા રાજ્ય સરકારે કેન્દ્રીય મંત્રીની સુરક્ષા વધારી દીધી છે.

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રી રૂપાલાના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. જો કે રૂપાલાએ તેમના નિવેદન માટે જાહેરમાં રાજપૂત સમૂદાયની માફી માંગી હતી, પરંતુ ગુજરાતનો સમગ્ર રાજપૂત સમુદાય રાજકોટ સંસદીય બેઠક પરથી તેમના દાવાને નકારવા પર અડગ છે.

સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજે રૂપાલાના પૂતળાનું દહન કર્યું હતું

સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજના યુવાનોએ રૂપાલાના પૂતળાનું દહન કર્યું હતું, વિવાદને પગલે રાજ્ય સરકારે કેન્દ્રીય મંત્રીના ગાંધીનગર અને અમરેલીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે, ત્યારે તેમના કાફલામાં સુરક્ષા જવાનોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા આદિત્યસિંહ ગોહિલે રાજકોટની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રૂપાલા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગોહિલે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીએ એક સમાજને ખુશ કરવા રાજપૂત સમાજનું જાહેરમાં અપમાન કર્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch