Wed,15 May 2024,12:15 am
Print
header

તારક મહેતાના અસિત મોદીની વધશે મુશ્કેલી, મુંબઈમાં નોંધાયો કેસ- Gujarat Post

મુંબઈઃ જાણીતો ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક કલાકારના આક્ષેપોને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, આ શો હંમેશા તેના પ્રેરણાત્મક વિચારો અને સામાજિક મુદ્દાઓને ઉઠાવવા માટે સમાચારોમાં રહે છે, જો કે છેલ્લા ઘણા દિવસોથી અસિત કુમાર મોદી અને જેનિફર મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં નવો મોડ આવ્યો છે. જેનિફર દ્વારા લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપો બાદ હવે નિર્માતા અસિત કુમાર મોદીની મુશ્કેલી વધી ગઈ છે. શોના કલાકારની ફરિયાદને આધારે મોદી વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે શોના એક અભિનેતાની ફરિયાદને આધારે કેસ નોંધ્યો છે. પવઈ પોલીસે અસિત કુમાર મોદી વિરુદ્ધ IPCની કલમ 354 અને 509 (મહિલા પર હુમલો અથવા તેની નમ્રતા ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ફોજદારી બળજબરી) હેઠળ એફઆઈઆર નોંધી છે. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch