Fri,26 April 2024,6:12 am
Print
header

કોલસા કૌભાંડમાં TMC સાંસદ અભિષેક બેનર્જીની સામે ઈડીની કાર્યવાહી થતા મમતા બેનર્જી લાલઘૂમ

કોલકત્તાઃ સીએમ મમતાએ બેનર્જીએ જણાવ્યું કે ભાજપ અમારી સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યું છે. પોતાની સામે રાજકીય લડાઈ લડવાનો પડકાર આપતા મમતાએ જણાવ્યું કે તમે શા માટે અમારી સામે ઈડીનો ઉપયોગ કરી રહ્યાં છો. તમારા પ્રહારની સામે અમે આકરો જવાબ આપીશું. અમને લડતા આવડે છે. તેમને પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે અમને ગુજરાતના ઈતિહાસની ખબર છે.

મમતાએ કહ્યું કે કૌલસા કૌભાંડમાં ભ્રષ્ટાચાર બદલ ટીએમસી સામે આંગળી ઉઠી શકે તેવું કોઈ પણ કારણ નથી.આ કેન્દ્ર સરકારનું જ કૌભાંડ છે, બંગાળના આસનસોલ પ્રદેશમાં કોલસાની ખાણોની લૂંટ ચલાવનાર ભાજપ નેતાઓની સામે શું પગલાં ભરશો. ઉલ્લેખનીય છે કે ટીએમસીના સ્થાપના દિવસે જ ઈડીએ ટીએમસી સાંસદ અને મમતાના ભત્રીજા અભિષેકને કોલસા કૌભાંડમાં 6 સપ્ટેમ્બરે રુબરુ હાજર થવાનું ફરમાન પાઠવ્યું છે.

બંગાળના સીઆઈડી એડીજી જ્ઞાનવંતસિંહ અને મમતાના ભત્રીજા અભિષેકના વકીલ સંજય બાસુને પણ સમન મોકલ્યું છે.કથિત રીતે ઈડીને માલુમ પડ્યું હતું કે અભિષેક અને તેમના પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓ લીપ્સ એન્ડ એ બાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડ તથા લીપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસ એલએલપીએ લગભગ 4.37 કરોડ રુપિયાના પ્રોટેકેશન ફંડ તરીકે મળ્યાં હતા.આ પૈસા એક કન્ટ્રક્શન કંપની દ્વારા એ આરોપીઓ આપ્યા હતા કે જેમની સામે કોલસા તસ્કરીમાં તપાસ ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch