Mon,29 April 2024,12:03 am
Print
header

સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે જયપુર પહોંચીને નોંધાવી ઉમેદવારી- Gujarat Post

જયપુરઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યાં હતા. સોનિયા ગાંધી પરિવારના બીજા સભ્ય છે, જે રાજ્યસભાનો ભાગ બનવા જઈ રહ્યાં છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી રાજ્યસભાના સભ્ય બન્યાં હતા. ઈન્દિરા 1964 થી 1967 વચ્ચે રાજ્યસભાના સાંસદ હતા, સોનિયાએ કોંગ્રેસ પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના બદલે રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. તે 2004થી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં હતા.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીનો રાજ્યસભામાં જવાનો નિર્ણય ચોંકાવનારો છે. જો કે, હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકાએ હજુ સુધી કોઈ ચૂંટણી લડી નથી.

રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે રાજ્યસભાના એક સાંસદને ચૂંટવાની સત્તા છે. સોનિયા ગાંધીએ આ એક બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાંથી ત્રણ સાંસદો ચૂંટાવાના છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને કિરોરી લાલ મીણાના સ્થાને આ બેઠકો ખાલી પડી છે. રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાનો સોનિયાના નિર્ણય પર એવી પણ વાત છે કે ગાંધી પરિવાર કે કોંગ્રેસ પાર્ટી હિન્દીભાષી રાજ્યોમાં ફરી પોતાની પક્કડ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ સત્તામાં છે, પરંતુ સોનિયાએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch