Sat,20 April 2024,1:07 pm
Print
header

વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ

વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ

ગાંધીનગરઃ ભાજપના મંત્રીમંડળની રચના બાદ અન્ય હોદ્દાઓ પર નામો જાહેર થઇ રહ્યાં છે, વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ જાહેર કર્યું છે. જેઠા ભરવાડનું નામ વિધાનસભાના ડે.સ્પિકર તરીકે જાહેર કરાયું છે, શંકર ચૌધરીની વાત કરીએ તો તેમની રાજકીય કારકિર્દીની શરુઆત 27 વર્ષની ઉંમરથી કરી હતી, તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.

15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારમાં શંકર ચૌધરી સ્પીકર બનશે, તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડને ડેપ્યુટી સ્પીકરની જવાબદારી મળી છે. 

1997માં પ્રથમ ચૂંટણી લડ્યા હતા શંકર ચૌધરી 

1997માં 27 વર્ષની વયે રાધનપુરથી તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે શંકર ચૌધરી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેઓ 2014માં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર બનાસ ડેરીના ચેરમેન પણ છે. ગુજરાત રાજ્ય સહકારી બેંકના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ મહત્વના હોદ્દા પર છે. 

ગત ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા 

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યાં બાદ 2022ની ચૂંટણીમાં ભાજપે થરાદમાં ટિકિટ આપી હતી અને હવે તેઓની અહીંથી જીત થઇ છે. 

પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય બન્યા જેઠા ભરવાડ

જેઠા ભરવાડ શહેરામાંથી સતત ચૂંટણી જીતતા આવ્યાં છે. આ વખતે પણ શહેરા વિધાનસભા બેઠક પરથી 72 વર્ષીય જેઠા ભરવાડનો વિજય થયો છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય બનેલા જેઠા ભરવાડ વિવાદોમાં પણ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch