Fri,26 April 2024,5:49 pm
Print
header

સ્પાની આડમાં કૂટનખાનું, સુરતમાં થાઇલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર બોલાવાતી હતી યુવતીઓ

પ્રતિકાત્મક ફોટો

સુરત: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં સેકેટ રેકેટ ચાલી રહ્યાં છે. સુરત શહેરમાં સ્પાની આડમાં આધુનિક કુટણખાના શરૂ થયા છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડીને આવા ગોરખધંધાનો પદાફાર્શ કર્યો છે. હવે શહેરના વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેસ હબમાં આવેલા સ્પામાં પોલીસના સર્વલન્સ સ્ટાફે દરોડા પાડીને ત્રણ સંચાલક સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા પર થાઈલેન્ડથી યુવતીઓ બોલાવવામાં આવતી હતી ગ્રાહક દીઠ 1 હજાર રૂપિયા વસૂલીને યુવતીને 500 રૂપિયા આપતા હતા.

ખટોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી બાતમીને આધારે વીઆઈપી રોડ એલાન્ટા બિઝનેસ હબમાં આવેલા લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસમાં  દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ ઝડપાઇ છે. પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને 6 ગ્રાહક મળી 9 લોકોની  ધરપકડ કરી છે. અહી સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા સાત મહિનાથી ચાલતુ હતુ, સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતો અને 500 યુવતીને આપતા હતા. થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch