Sat,27 April 2024,4:30 am
Print
header

ભારતમાં આવતા સપ્તાહે લોન્ચ થઇ રહ્યો છે Galaxy F41, જાણો ફોનની ખાસિયતો

નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની સીઝન નજીક આવી ગઇ છે. આવામાં તમામ કંપનીઓ પોતાની નવી નવી પ્રોડકટ્સ બજારમાં લોન્ચ કરી રહી છે. સેમસંગનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. કંપની લગભગ દર મહિને એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે સેમસંગે ભારતમાં એક નવી  Galaxy F સીરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. 

સાઉથ કોરિયન સ્માર્ટફોન કંપનીએ બે સપ્તાહ પહેલા જ નવી F સીરીઝ માટે ટીઝર રિલીઝ કર્યું હતું અને ગત સપ્તાહે ફ્લિપકાર્ટે જાણકારી આપી હતી કે આ સીરીઝનો પહેલો સ્માર્ટફોન Galaxy F41 હશે.ભારતમાં સેમસંગના આ નવા સ્માર્ટફોનને 8 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે. 

આ સાથે જ ઓક્ટોબર મહિનામાં કંપની Galaxy M41 અને Galaxy A51sને પણ લોન્ચ કરી શકે છે.આની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહી છે. આવો જાણીએ સેમસંગની નવી  F સીરીઝના સ્માર્ટફોનમાં શુ હશે ખાસ. 

ઘણાં લીક્ડ રિપોર્ટ્સમાં આ જાણકારી મળી છે કે  Galaxy F41 એન્ડ્રોઇડ 10 પર ચાલશે અને તેમાં Exynos 9611 પ્રોસેસર હશે. સાથે જ તેમાં ઇન્ફિનિટી U ડિઝાઇનની સાથે SuperAMOLED ડિસ્પ્લે પણ હશે. એક ટિપ્સ્ટરને હિંટ આપી છે કે આ અપકમિંગ સ્માર્ટફોન બ્લેક, ગ્રીન અને બ્લૂ કલરના ઓપ્શનમાં હશે. 

ફ્લિપકાર્ટ પેજના અનુસાર Galaxy F41ના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મળશે. અટકળો એવી પણ છે કે તેનો પ્રાઇમરી કેમેરા 64MPનો હોઇ શકે છે અને સાથે તેમાં વાઇડ એંગલ કેમેરા અને એક ડેપ્થ સેન્સર જોવા મળી શકે છે. આ પેજમાં એ પણ બતાવાયું છે કે ફોન 6,000mAhની બેટરી અને રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch