Fri,26 April 2024,11:32 am
Print
header

હાર્દિક પર પૂર્વ સાથી લાલજી પટેલના ફરી પ્રહાર, કહ્યું- તે માત્ર વાતો જ કરે છે પરિણામ લાવી શકતો નથી- Gujarat Post

(file photo)

એસપીજીની રાષ્ટ્રીય કારોબારીમાં અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચાઓ

આગામી સમયમાં વડાપ્રધાન મોદીની મુલાકાત કરાશે

સમાજ હાર્દિકનો પણ વિરોધ કરશે

અમદાવાદઃ ચૂંટણી નજીક આવતા દરેક સમાજે પોતાની માંગણી સાથે સરકાર સામે બાંયો ચડાવી છે અને ઘણા કર્મચારીઓ તેમની માંગોને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે એસપીજી પણ સક્રિય થયું છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની પડતર માંગણીઓને લઇને ભાજપ સરકાર સામે મોરચો માંડવાનો નિર્ણય લેવાયો છે. એસપીજીના લાલજી પટેલે તેના એક સમયના સાથી હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યાં.તેમણે કહ્યું, ભાજપમાં જોડાયાનાં 2 મહીના છંતા સમાજનાં પ્રશ્નો ઉકેલવામાં હાર્દિક નિષ્ફળ રહ્યો છે. તે માત્ર વાતો કરવામાં માહેર છે, પરિણામ લાવી શક્યો નથી.

હાર્દિક ભાજપમાં સામેલ થયો ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલું જ કહ્યું હતુ કે સમાજ માટે જ હું ભાજપમાં જોડાયો છું. સમાજનો હું વફાદાર છું. થોડા જ દિવસોમાં પાટીદારો પરના પોલીસ કેસો સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવી આપીશ. પરંતુ એ ખોટો પડ્યો છે. આજે તેને સમાજનો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે. આગામી સમયમાં આવી રીતે કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં જશે તો લેખિતમાં માગીશું બાકી અમે બધા તેનો વિરોધ કરીશું. હવે હાર્દિકનો પણ વિરોધ કરીશું.

આગામી સમયમાં SPG ગ્રુપના આગેવાનો વડાપ્રધાનને મળવાનો સમય પણ માંગશે અને પોતાની રજૂઆત કરશે. SPG ગ્રુપની પહેલી માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો પર થયેલા કેસો પરત ખેંચવાના અને 14 શહિદોના પરિવારજનોને નોકરી આપવાની છે. આ સાથે બેઠકમાં કમિટીના 52 લોકોની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી જે નિર્ણય લેશે તે પ્રમાણે એસપીજી સમાજના હિતમાં નિર્ણય કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch