Mon,29 April 2024,8:21 am
Print
header

Republic Day 2024: કર્તવ્ય પથ પર ભગવાન રામની ઝાંખી, ગુજરાતનો ટેબ્લો પસાર થતાં જ પીએમ મોદી થયા રોમાંચિત- Gujarat Post

નવી દિલ્હીઃ આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ છે. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ છે.

રાજ્યોની ઝાંખીની શરૂઆત અરુણાચલ પ્રદેશની ઝાંખીથી થઈ છે. બગુન સમૂદાય આ ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઝાંખીને પહેલા મૂકીને ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે.

 

ઉત્તર પ્રદેશના ટેબ્લોની થીમ 'અયોધ્યાઃ વિકસીત ભારત-સમૃદ્ધ વિરાસત' પર આધારિત છે. ઝાંખીનો આગળનો ભાગ રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું પ્રતીક છે, જે તેમના બાળપણના સ્વરૂપને દર્શાવે છે. આ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની છે.

ગુજરાતના ટેબ્લો પસાર થયાં ત્યારે પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મેક્રોને વિશેષ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પણ પણ હાસ્ય જોવા મળ્યું હતું.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch