Mon,29 April 2024,12:48 am
Print
header

એક દેશ એક ચૂંટણી, શું દેશ એક સાથે ચૂંટણી માટે તૈયાર છે ? આ વખતે ભાજપ 400 પાર કરવાનો નારો આપી રહી છે

નવી દિલ્હીઃ રામનાથ કોવિંદ સમિતિએ 'એક દેશ, એક ચૂંટણી'નો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સુપરત કર્યો છે. દાવો કરવામાં આવે છે કે આ અહેવાલમાં કમિટીએ 2029માં દેશમાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અને બીજા તબક્કામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાની ચૂંટણીઓ યોજવાનું સૂચન કરવામાં આવ્યું છે.

પરંતુ દેશમાં આ ઐતિહાસિક પરિવર્તન ત્યારે જ શક્ય બનશે, જ્યારે વર્તમાન ભાજપ સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે તૃતિયાંશ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. ઉપરાંત બંધારણીય જવાબદારી છે કે આ કાયદો લાગુ કરતા પહેલા, તેને દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરવો પડશે. આ જ કારણ છે કે ભાજપ સતત પોતાના માટે 370 સીટો અને એનડીએ માટે 400 સીટો જીતવાનું લક્ષ્‍ય રાખી રહ્યું છે, જેથી લોકસભા ચૂંટણી 2024 પછી સંસદમાં આ બિલ પસાર કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

સરકાર મોટા ફેરફારો કરવા માંગે છે

રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે સરકાર મોટા પાયે જનમત મેળવીને બંધારણમાં મોટા ફેરફારો કરવા માંગે છે. તેઓ આરોપ લગાવી રહ્યાં છે કે સરકાર અનામત ખતમ કરવા માંગે છે.પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર મોટા ફેરફારોના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. દલિતો અને આદિવાસીઓ પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા જોઈને એમ કહેવું યોગ્ય નહીં હોય કે તે અનામત વ્યવસ્થાને ખતમ કરવાનું વિચારી શકે છે.

ભાજપના નેતાઓ પહેલાથી જ એક દેશ, એક ચૂંટણીની વાતો કરતા રહ્યાં છે. આ પાછળ તેમનો તર્ક દેશને વારંવાર ચૂંટણીઓથી બચાવવા અને આર્થિક બચત કરવાનો છે. આ સાથે સહમત કે અસંમત થવાના કારણો હોઈ શકે છે. પરંતુ સત્ય એ છે કે ઘણા વિશ્લેષકો આ વિચારને દેશના અર્થતંત્ર અને વિકાસ માટે યોગ્ય માને છે.

જનતાને તૈયાર કરવી એ એક મોટો પડકાર છે

દેશ માટે આ એક મોટો બદલાવ હશે. દેશની જનતાએ આ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તેમજ આવા કોઈ પણ મોટા પરિવર્તનની સફળતા વિપક્ષના સમર્થન પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં સરકારે તેને પણ સાથે લાવવો પડશે. કોઈ પણ મોટા નિર્ણયને અમલમાં મૂકતા પહેલા તમામ પક્ષકારો સાથે ચર્ચા કરીને તેના સંબંધમાં વ્યક્ત કરવામાં આવતી તમામ આશંકાઓ પાછળથી દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં સરકારે કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા બધાને સાથે લાવવાની અને ચર્ચા કરવાની જરૂરિયાત સમજવી પડશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch