Thu,02 May 2024,5:59 pm
Print
header

ભાજપની મુશ્કેલીઓ વધી...બસ એક જ માંગ...રૂપાલાને હટાવો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો...

રાજકોટઃ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો રોષ વધુ ઉગ્ર બની રહ્યો છે. રાજ્યમાં આંદોલન ઉગ્ર બન્યું છે. વિરોધ વચ્ચે આજે રૂપાલા દિલ્હીમાં છે, જ્યાં તેઓ હાઇ કમાન્ડને મળી શકે છે. બીજી તરફ રાજપૂત સમાજની મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે. મંગળવારે અમદાવાદમાં રાજપૂત સમાજે રેલી યોજી હતી તો રાજકોટમાં રાજપૂત સમાજની મહિલાઓએ પોસ્ટર-વૉર શરૂ કરીને ઘરે-ઘરે ફરીને પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા આંદોલન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલા સામે દેખાવો વધી રહ્યાં છે.

આણંદના ઉમરેઠ તાલુકામાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઇ ગઇ છે. અહી અનેક જગ્યાએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરતા પોસ્ટર જોવા મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. મુળીના પરમાર ક્ષત્રિય સમાજે પણ  રૂપાલાના નિવેદનનો  વિરોધ કર્યો છે ને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી કરી રહ્યાં છે.

રાજપીપળા રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણીદેવીએ કહ્યું છે કે રાજપૂતોમાં માફી ના હોય. જે ભૂલ કરે છે, તેનું માથું જ કાપી નાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ રૂપાલાને ટિકિટ આપી છે, તે ખોટું કર્યું છે. રૂપાલાની વિચારધારા જ ખરાબ છે. આ વિચારધારા જ તેમણે બદલવી જોઈએ. રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલીને નવા ઉમેદવાર મૂકવાની તેમણે માંગ કરી છે. આમ, હાલ ક્ષત્રિયો દ્વારા રૂપાલા સામે જે વિરોધ થઈ રહ્યો છે તેનું રાજપીપળાના રાજવી પરિવારે પણ સમર્થન કર્યું છે.

કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, રૂપાલાની ટિકિટ કોઈપણ ભોગે રદ થવી જોઈએ. અમે માફી આપતા જ નથી. જે સરકાર સાથે મળીને વાટાઘાટો કરે તે અમારી સાથે નથી. ભાજપનો કોઈપણ મોટાગજાનો નેતા કહેશે તો પણ અમે રૂપાલાને માફ નહીં કરીએ. જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ બેઠક પર કરણી સેના ભાજપ સામે ઉમેદવાર ઉભો રાખશે. જેને લઈ ભાજપનું પણ ટેન્શન વધી ગયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch