Mon,06 May 2024,4:02 pm
Print
header

ખાખી બદનામ થઇ...નવસારીના ડાયરામાં PSI પર બુટલેગરોએ કર્યો નોટોનો વરસાદ

ડાયરામાં બુટલેગરો સાથે પીએસઆઇની મસ્તી

પીએસઆઇ પર નોટોનો થયો વરસાદ

શું ઉચ્ચ પોલીસ અધિકારી કાર્યવાહી કરશે ?

નવસારીઃ ફરી એક વખત પ્રજાના સેવક પોતાની જવાબદારી ભૂલ્યાં છે, ખાખીને ડાઘ લાગે તેવું કામ કર્યું છે, નવસારીમાં પોલીસ અને બુટલેટગરોની મસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ડાયરામાં પીએસઆઇ પર નોટોનો વરસાદ થયો અને આ વરસાદ કરનારા કેટલાક બુટલેગરો હતા.આ દ્રશ્યો જોઇને લોકો પણ ચોંકી ગયા હતા, જેના પર કાયદાના રક્ષકની જવાબદારી છે તેવા આ પીએસઆઇ એસ.એફ.ગોસ્વામીએ કાયદાના જ ધજાગરા ઉડાવ્યાં છે.

આ પીએસઆઇ સુરત ટ્રાફિકમાં નોકરી કરી છે અને તેઓ નવસારીમાં સાંઇ મંદિરમાં ડાયરામાં ભાગ લેવા પહોંચ્યાં હતા. અપેક્ષા પંડ્યાના ડાયરામાં પીએસઆઇ એસ.એફ.ગોસ્વામી પર નોટોનો વરસાદ થયો હતો, આ વરસાદ કરનારા લાલો, દિપક ઉર્ફે બાબા નામના મોટા બુટલેગરો હતા.

પોલીસકર્મીની આ હરકત પ્રજામાં ચર્ચાનો વિષય બની છે, જે લોકો દારૂબંધીના કાયદાના ધજાગરા કરે છે તેવા લોકો સાથે જ આ પીએસઆઇ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે, આ બુટલેગરો અહીં બેફામ છે અને દારૂનો મોટો ધંધો કરી રહ્યાં છે, ત્યારે હવે જોવું રહ્યું ખાખીને લજવનારા આ પીએસઆઇ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે ?

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch