Mon,29 April 2024,2:58 am
Print
header

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક.....કહ્યું સદીઓનાં સંઘર્ષ પછી આપણા રામ આવ્યાં, મજૂર ભાઇઓ પર વરસાવ્યાં ફૂલ

અયોધ્યાઃ 500 વર્ષો પછી ભગવાન રામ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે, હજારો સાધુ સંતો અને હસ્તીઓની હાજરીમાં મદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ છે, મુખ્ય યજમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી, ત્યાર બાદ તેમને સંબોધનમાં કહ્યું કે આપણે સદીઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ હવે ભગવાન બિરાજમાન થયા છે.તેઓ ભાવુક દેખાયા હતા.

પીએમ મોદીએ કહ્યું કે મારું ગળું બંધ છે, મારું મન એ ક્ષણમાં પણ સમાઈ ગયું છે. આપણા રામ હવે તંબુમાં નહીં રહે. તે ભવ્ય  મંદિરમાં રહેશે. મોદીએ કહ્યું કે 22 જાન્યુઆરી 2024 કોઈ તારીખ નથી,પરંતુ સમયના નવા ચક્રની શરૂઆત છે. ગુલામીની  માનસિકતા તોડીને ઉભરતું રાષ્ટ્ર નવો ઈતિહાસ રચી રહ્યું છે.

મજૂરો પર કર્યો ફૂલોનો વરસાદ

મંદિરમાં અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરોને મળ્યાં હતા અને તેમના પર ફૂલ વરસાવીને તેમનું અભિવાદન કર્યું હતુ.

મોદીએ વિરોધીઓને પણ જવાબ આપ્યો અને કહ્યું કે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે, આપણે જોઈ રહ્યાં છીએ કે બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઊર્જાને જન્મ આપે છે, દેશ આજે રામમય બન્યો છે.

દેશવાસીઓને લેવડાવ્યાં શપથ

મોદીએ દેશવાસીઓને શપથ લેવડાવ્યાં કે હવે આપણે બધા દેશવાસીઓ આ ક્ષણથી એક મજબૂત, સક્ષમ, ભવ્ય દિવ્ય ભારતના નિર્માણ માટે શપથ લઈએ. આપણી ચેતના રામથી રાષ્ટ્ર સુધી વિસ્તરવી જોઈએ. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણો છે જેને આપણે બહાર શોધવાની જરૂર નથી. દરેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણની ભાવના ભારતના વિકાસનો આધાર બનશે.

મોદીએ કહ્યું કે મારી આદિવાસી માતા શબરીનું નામ આવતાં જ મને અપાર શ્રદ્ધાનો અનુભવ થાય છે. માતા શબરી ઘણા સમયથી કહેતા હતા કે રામ આવશે. દરેક ભારતીયમાં જન્મેલી આ શ્રદ્ધા ભવ્ય ભારતનો આધાર બનશે. આ રામ દ્વારા રાષ્ટ્ર ચેતનાનું વિસ્તરણ છે. આજે દેશમાં નિરાશા માટે કોઈ જગ્યા નથી. જો કોઈ વ્યક્તિ પોતાને સામાન્ય માને છે તો તેમણે ખિસકોલીનું યોગદાન યાદ રાખવું જોઈએ. નાના કે મોટા દરેક પ્રયત્નોની પોતાની તાકાત હોય છે. આપણે આજે આગળ વધી રહ્યાં છીએ.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch