Fri,26 April 2024,5:30 am
Print
header

PM મોદી અને અમિત શાહે ગુજરાતના નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો છે. જેમાં સૌ કોઈના મનમાં પ્રશ્ન હતો કે કોણે મંત્રી બનશે અને કોના પત્તા કપાશે, જેનો જવાબ આખરે મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં છે. આ પ્રધાનમંડળમાં 100 ટકા નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના એક પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

પ્રધાનમંત્રી  મોદીએ આ નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ ટ્વીટ કરીને નવી ટીમનો ઉત્સાહ વધાર્યો છે. ટ્વીટમાં લખ્યું કે 'ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે, પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!'
 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પણ લખ્યું કે, 'ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું.મને વિશ્વાસ છે કે @narendramodi જી અને @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch