Sun,28 April 2024,12:54 pm
Print
header

અમદાવાદમાં મોદી...ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, કરી આ વાત

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, તેમને ગાંધી આશ્રમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે, જે વર્લ્ડક્લાસ લેવલનો હશે. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આપણા આ મહાન વારસાને વર્ષો સુધી ન્યાય નથી મળ્યો. તેમણે અમદાવાદથી દેશને 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. જે બાદ તેમણે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, મને ખુશી છે કે આજે ભારતીય રેલ્વે 'વિકાસ પણ અને હેરિટેજ પણ'ના મંત્રને સાકાર કરતી વખતે પ્રાદેશિક સંસ્કૃતિ અને આસ્થા સાથે સંબંધિત પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે. આજે દેશમાં રામાયણ સર્કિટ, ગુરુકૃપા સર્કિટ અને જૈન યાત્રા પર ભારત ગૌરવ ટ્રેનો દોડી રહી છે. એટલું જ નહીં, આસ્થા વિશેષ ટ્રેન દેશના ખૂણે-ખૂણેથી શ્રી રામ ભક્તોને અયોધ્યા લઈ જઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 350 આસ્થા ટ્રેનો દોડી છે અને તેના દ્વારા 4.5 લાખથી વધુ ભક્તોએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યાં છે. ભારતીય રેલ્વે આધુનિકતાની ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે અને આ મોદીની ગેરંટી છે.

તેમણે કહ્યું રેલવેનું કાયાકલ્પ પણ વિકસિત ભારતની ગેરંટી છે. આજે, રેલ્વેમાં અભૂતપૂર્વ ગતિએ નવા સુધારા થઈ રહ્યાં છે. નવા રેલવે ટ્રેકનું ઝડપી બાંધકામ, 1300 થી વધુ રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ, વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત જેવી નેક્સ્ટ જનરેશનની ટ્રેનો, આધુનિક રેલ્વે એન્જિન અને કોચ ફેક્ટરીઓ, આ બધું 21મી સદીમાં ભારતીય રેલવે ચિત્ર બદલી રહ્યું છે

દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો આ 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

મોદીએ સંબોધનમાં જણાવ્યું કે વંદે ભારત ટ્રેનનું નેટવર્ક હવે દેશના 250 થી વધુ જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. જનભાવનાઓને માન આપીને સરકાર વંદે ભારત ટ્રેનોના રૂટમાં સતત વધારો કરી રહી છે. આજે હું દેશને ખાતરી આપું છું કે આગામી 5 વર્ષમાં તમે ભારતીય રેલવેમાં એવું પરિવર્તન જોવા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch