Fri,26 April 2024,6:43 am
Print
header

હર ઘર તિરંગાઃ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહે બદલ્યાં ડીપી – Gujarat Post

મન કી બાતમાં પીએમ મોદીએ કર્યો હતો ઉલ્લેખ

મોદીની અપીલ બાદ અમિત શાહે ડીપી બદલીને લોકોને કરી વિનંતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયાનો ડીપી બદલ્યો છે. પોતાના ટ્વિટરનો ડીપી બદલ્યાં બાદ તેમણે ટ્વિટ કર્યું કે આજે 2જી ઓગસ્ટ ખાસ છે ! આપણે સ્વતંત્રતાના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે આપણો દેશ હર ઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા ત્રિરંગાની ઉજવણી માટે એક સામૂહિક આંદોલન છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલવાનું કામ કર્યું છે. હું તમને બધાને આવું કરવા વિનંતી કરું છું.

ગૃહમંત્રી અમિત શાહે પણ ડીપી બદલ્યો છે.પીએમ મોદીની અપીલ પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશના લોકોને અપીલ કરી કે તેઓ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તિરંગાનો 'પ્રોફાઈલ' ચિત્ર તરીકે ઉપયોગ કરવા માટે દરેકને પ્રેરણા આપે. સાથે જ તેમણે લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા વિનંતી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કર્યાં બાદ શાહે પણ આ અપીલ કરી છે.

તાજેતરમાં 'મન કી બાત'ના 91માં એપિસોડમાં દેશવાસીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ 'હર ઘર તિરંગા' અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને દેશના લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરો પર ત્રિરંગો લહેરાવીને આ ચળવળનો ભાગ બનવા અને 2 થી 15 ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ ફોટામાં ત્રિરંગો લગાવવા વિનંતી કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch