Fri,26 April 2024,2:12 pm
Print
header

વેપારીઓના રસીકરણને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વેપારીઓ માટે કોરોનાની ફરજિયાત રસી મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ધંધા-રોજગાર સાથે જોડાયેલા વેપારી-કર્મચારીઓએ 31મી જુલાઇ સુધી ફરજિયાત કોરોનાની વેક્સિન લેવાની રહેશે.આગામી રવિવારે ખાસ કિસ્સામાં વેપારી-કર્મચારીઓને રસી આપવામાં આવશે. સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં તમામ વેપારી-કર્મચારીઓને આ રવિવારે વેક્સિન આપવામાં આવશે.

કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે વેપારીઓ અને કર્મચારીઓએ 31 તારીખ પહેલાં વેક્સિન લેવાની રહેશે. માર્કેટયાર્ડ, દુકાનો, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સહિતના વેપારીઓને અને કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ વાણિજ્ય હેતુથી ચાલતા વેપાર ધંધાનો સમાવેશ કરાયો છે. રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સિનેમા ગૃહો, હોટલો, સ્વીમિંગ પુલમાં કામ કરતા કર્મચારીઓને, ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય હેતુ કાર્યરત છે તેવા તમામ માટે વેક્સિનેશન જરૂરી છે. આ રવિવારે આ વર્ગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. 1800 સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે.

નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વેક્સિન આપવાનું કામ મોટા પ્રમાણમાં ચાલું છે. 2 કરોડ 31 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. 70 લાખ લોકોને બીજો ડોઝ આપ્યો છે. 3 કરોડ કરતા વધું લોકો ને પહેલો અને બીજો ડોઝ આપ્યો છે. ભારત સરકારે રાજ્યનાં વધારાનો વેક્સિન ડોઝ આપ્યો છે. આજે 15 લાખ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch