Sun,28 April 2024,11:53 pm
Print
header

રાષ્ટ્રીય મતદાતા દિવસ: તમારા મતની શક્તિથી તમારે પરિવારવાદી પાર્ટીઓને હરાવવાની છે: પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની થીમ નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર છે. આજના દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતુ. જેમાં તેમણે કહ્યું, જ્યારે દેશમાં બહુમતીની સરકાર હોય છે, ત્યારે નીતિઓ અને નિર્ણયોમાં સ્પષ્ટતા હોય છે. જ્યારે હું વિશ્વના મોટા નેતાઓને મળુ છું, ત્યારે હું એકલો તેમને મળતો નથી પરંતુ 140 કરોડ ભારતીયો મારી સાથે છે. આજે સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે ભારતીય પાસપોર્ટ જોવા મળે છે."

પ્રથમ વખતના મતદારો માટે 'નમો નવ મતદાતા સંમેલન' દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "આજે, લોકો વિશ્વસનીયતા વિશે વાત કરે છે, ભ્રષ્ટાચારની નહીં, સફળતાની વાતો કરે છે,કૌભાંડોની નહીં. અગાઉ ભારત પાંચ નાજુક અર્થવ્યવસ્થાની યાદીમાં હતું. પરંતુ આજે  ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બની જશે.

નવા મતદારોને સંબોધિત દરમિયાન પીએમ મોદીએ કહ્યું,  તમારા મતની શક્તિથી તમારે 'પરિવારવાદી' પાર્ટીઓને હરાવવાની છે. એક રીતે તેમને કોંગ્રેસ જેવી પાર્ટી પર પ્રહાર કર્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch