Sat,27 April 2024,3:46 am
Print
header

બૉયઝ લૉકર રૂમ વિશે સેલિબ્રિટીમાં ગુસ્સો, મીરા રાજપૂતે કેમ વ્યક્ત કરી ચિંતા ?

કોરોના વાયરસ (Coronavirus) પછી હાલ જો કોઇ વાત સૌથી વધુ ચર્ચાનો વિષય બની હોય તો તે છે બૉયઝ લોકર રૂમ મામલો (Boys Locker Room Case) આ કેસે દરેક માતા પિતાની ચિંતા વધારી છે. કેટલાક લોકો આ મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે તો કેટલાક ગુસ્સો. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર યુવકોના ઉછેર પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આ મામલે બોલિવૂડ સેલેબ્રિટીઝ પણ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હાલમાં જ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે આ મામલે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દિલ્હીની એક જાણીતી સ્કૂલના યુવકોએ બૉયઝ લૉકર રૂમ નામનું એક ઇન્સ્ટા ગ્રુપ બનાવ્યું અને તેમાં થનારી વાતચીતના સ્ક્રીનશૉર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે આ મામલે પોતાને ઇન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે.

પોસ્ટમાં માતા-પિતાએ પોતાના પુત્રોનો ઉછેર કેમ કરવો તે વિષે કહેવામાં આવ્યું છે. આ પોસ્ટમાં લખ્યું છે કે જો તમારા પુત્રનો ઉછેર ભારતમાં જ કરવાના છો તો મારો એક અનુરોધ છે. અમારું જીવન તમારા હાથમાં છે. અમને સાવધાન રહેવાનું કહેવામાં આવે છે પણ આના બદલે તમારા પુત્રોને કન્સેન્ટ વિષે શીખવો. અમને ડરમાં રાખવાના બદલે પોતાના પુત્રોને સ્ત્રીનું માન અને માર્યાદા સાચવતા શીખવો. તમારા પુત્રને લૈંગિક સમાનતા અને તેના અર્થ વિશે સમજાવો.

બીજી પોસ્ટમાં તેણે લખ્યું કે તમારા પુત્રોને શીખવો કે મહિલાઓના શરીર અને સમય પર તેમનો કોઇ હક નથી. અમને નમ્રતા શીખવવાને બદલે પોતાના પુત્રોને પર્સનલ સ્પેસ આપતા શીખવો. ઉલ્લેખનીય છે કે બૉયઝ લોકર રૂમ નામના આ ગ્રુપની તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસની સાઇબર સેલે આ ગ્રુપના એડમિનને પકડી પાડ્યો છે. બૉયઝ લોકર રૂમ નામથી દિલ્હીના કેટલાક વિદ્યાર્થીઓ એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં દિલ્હીમાં 15-17 વર્ષના યુવકો થોડા સમયથી એક્ટિવ હતા. જેમાં તે યુવતીઓના ફોટો નાંખી તે પર ગંદી ટિપ્પણી કરતા હતા. હાલ દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar