Fri,19 April 2024,11:17 pm
Print
header

મહિસાગર કોંગ્રેસમાં ભંગાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું- Gujarat Post

(file photo)

કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત

મહિસાગર જિલ્લામાં કોંગ્રેસના નેતાએ આપ્યું રાજીનામું

આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે

મહિસાગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પક્ષને મજબૂત કરવાની કવાયત તો હાથ ધરી છે પરંતુ કોંગ્રેસ તૂટી રહી છે. મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. તેઓએ કોંગ્રેસ પાસેથી 2017માં વિધાનસભા માટે ટિકિટ માગી હતી પરંતુ સગાવાદને કારણે તેમને ટિકિટ મળી ન હતી. આ વખતે પણ તેઓ પાર્ટીથી નારાજ છે. આગામી સમયમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

બીજી તરફ અમરેલીના રાજુલાથી ચાલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રા નીકળી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા અંબરીષ ડેરે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ યાત્રા ખોડલધામથી ઉમિયાધામ પહોંચશે. ખોડલધામથી કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરા, ઋત્વિજ મકવાણા સહિત નેતાઓ જોડાશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે પ્રજા વચ્ચે જઇ રહી છે. આ યાત્રાથી પાટીદાર મતનો ખેંચવાનો પ્રયાસ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch