Mon,29 April 2024,3:02 am
Print
header

લોકસભા ચૂંટણીઃ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં થશે વોટિંગ- Gujarat Post

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કેટલીક માહિતી આપી. તેમણે ફેક ન્યૂઝ અને અફવા ફેલાવનારાઓને ચેતવણી આપી. આ સાથે તેમણે રાજકીય પક્ષોને વ્યક્તિગત ટિપ્પણીઓ અને હુમલાઓથી દૂર રહેવાની અપીલ કરી.

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પરિણામો 4 જૂને આવશે. દેશના ત્રણ રાજ્યોમાં સાતેય તબક્કમાં મતદાન થશે. દેશના સૌથી મોટા અને સૌથી વધુ લોકસભા સીટ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 8, બીજા તબક્કામાં 8, ત્રીજા તબક્કામાં 10, ચોથા તબક્કામાં 13, પાંચમા તબક્કામાં 14, છઠ્ઠા તબક્કામાં 14 અને સાતમા તબક્કામાં 13 બેઠક પર વોટિંગ થશે.

આ સિવાય બિહારમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 4, બીજા તબક્કામાં 5, ત્રીજા તબક્કામાં 5, ચોથા તબક્કામાં 5, પાંચમાં તબક્કામાં 5, છઠ્ઠા તબક્કામાં 8 અને સાતમા તબક્કામાં 8 બેઠકો પર મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ સાત તબક્કમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 3, બીજા તબક્કામાં 3, ત્રીજા તબક્કામાં 4, ચોથા તબક્કામાં 8, પાંચમાં તબક્કામાં 7, છઠ્ઠા તબક્કામાં 8 અને સાતમા તબક્કામાં 9 બેઠક પર વોટિંગ થશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch