Thu,02 May 2024,11:39 am
Print
header

ક્ષત્રિય સમાજના વધી રહેલા વિરોધ વચ્ચે શું રૂપાલાને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે ? જાણો શું કહ્યું નેતાજીએ

રાજકોટઃ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનને કારણે ઉભો થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા છે અને આવતીકાલથી બે દિવસ માટે પરસોત્તમ રૂપાલા પણ દિલ્હી જઈ રહ્યાં છે. જેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે કે નહીં તેના પર ખુલાસો કરતાં તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ દાવો કર્યો હતો કે મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પણ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે. મને દિલ્હીથી કોઇએ નથી બોલાવ્યો નથી, પણ હું કેન્દ્ર સરકારના કામથી આગામી 3 અને 4 એપ્રિલે ત્યાં જવાનો છું.

રાજ્યમાં ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, રૂપાલાના ગાંધીનગરના નિવાસસ્થાને તાબડતોડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ સુરક્ષમાં અત્યારે ચાર SRPના જવાનોની સાથે હોમગાર્ડ 24 કલાક તૈનાત રહેશે. સેક્ટર- 3 માં આવેલા તેમના નિવાસસ્થાને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટના વડાળી, વાવડી, રમતપર ગામમાં રૂપાલા વિરુદ્ધ પૉસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીંના લાગ્યા પૉસ્ટરો લાગ્યાં છે. વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પણ આવા પૉસ્ટરો લાગ્યાં છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch