Mon,29 April 2024,5:49 am
Print
header

અમરેલીઃ લોકસભા ચૂંટણીમાં બે મહિલાઓ વચ્ચે જામી શકે છે જંગ- Gujarat Post

(file photo)

  • અમરેલી સહિત ચાર સીટો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં નથી
  • કોંગ્રેસ જેની ઠુંમરને અમરેલી સીટ પરથી ટિકિટ આપે તેવી શક્યતા

અમરેલીઃ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. ભાજપના 22 ઉમેદવારો જાહેર થઈ ચુક્યાં છે, જ્યારે અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા બેઠકના ઉમેદવાર જાહેર કરવાનું કોકડું ગુંચવાયું છે. ગુજરાતમાં ભાજપે હજુ ચાર ઉમેદવારોને શોધી શક્યું નથી. આ સીટ પર દાવેદારોનાં નામોની સૂચી મોકલી આપી હોવા છતાં ઉમેદવારો પસંદ થઈ શક્યા નથી.

અમરેલી જિલ્લા ભાજપના મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયાને અચાનક દિલ્હીથી તેડું આવ્યું છે. જેને લઈને તેમને લોકસભાની ટિકિટ મળશે તેવી ચર્ચાઓ તેજ બની છે.

અમરેલી બેઠક પર તેમના નામની પસંદગી ઉતારવામાં આવે તેવી અટકળો શરૂ થઈ છે. દરમિયાન આ સીટ પરથી કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમરના પુત્રી અને કોંગ્રેસ નેતા જેની ઠુંમરને ટિકિટ આપશે તેવી ચર્ચાઓ છે. જેને લઈને આ સીટ પર બે બહેનો વચ્ચે જંગ જામશે તેવી અટકળો હાલ થઈ રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch