Mon,20 May 2024,5:18 pm
Print
header

દેશમાં 18 દિવસનું લોકડાઉન લગાવવાના મેસેજ વાઇરલ ! કેન્દ્ર સરકારે કરી આ સ્પષ્ટતા

Fact Checkઃ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક સમાચાર વાયરલ થઈ રહ્યાં છે જેમાં 3 મે સોમવારથી 20 મે સુધી દેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown)  લગાવવાની જાહેરાત કરી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી-સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. ત્યારે હાલમાં તમારે કોઇ અફવાઓમા આવવું જોઇએ નહીં

દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch