Sat,27 April 2024,8:20 am
Print
header

ગુણાતીત ચરણ સ્વામીના આપઘાત કેસમાં પોલીસે આસપાસમાં રહેતા સંતોને પૂછ્યું તો મળ્યો ચોંકાવનારો જવાબ- Gujarat Post

(ફાઇલ તસવીર)

કરજણ સર્કલ પીઆઈ કરી રહ્યાં છે કેસની તપાસ

સ્વામીના આપઘાતની જાણ આસપાસના રૂમમાં રહેતા સંતોને પણ ન થતાં રહસ્ય સર્જાયું

આપઘાતમાં વપરાયેલું ગાતરિયું, મોબાઈલ તેમજ વીસેરા એફએસએલમાં મોકલવામાં આવશે

કેટલાક હરિભક્તોએ પોલીસ પર દબાણ હોવાનો પણ આરોપ લગાવ્યો

વડોદરાઃ હરિધામ સોખડાના ગુણાતીત ચરણ સ્વામીના આપઘાતની તપાસ આગળ વધવાની સાથે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઘટનાની તપાસ કરતાં કરજણ સર્કલ પીઆઈએ સ્વામીના રૂમની આસપાસ રહેતા છ સાધુઓના નિવેદન લીધા હતા. પોલીસે તેમને પૂછ્યું કે, મંદિરમાં સંતે આપઘાત કર્યો હોવાની જાણ કેવી રીતે થઈ. જેના જવાબમાં સંતોએ કહ્યું કે, પોલીસ મંદિર પરિસરમાં આવી ત્યારે જ તેમને આ વાતની જાણ થઈ હતી. આમ સ્વામીના આપઘાતની જાણ આસપાસના રૂમમાં રહેતા સંતોને પણ ન હોવાથી રહસ્ય સર્જાયું છે.

કરજણ સર્કલ પીઆઈએ તપાસ હાથમાં લીધા બાદ હરિધામ મંદિરમાં રૂમ નંબર 37માં રહેતા હરિસૌરભ સ્વામી, ભગવત પ્રિય સ્વામી, રૂમ નંબર 20માં રહેતા વિશ્વેશ્વર દાસ, સાધુ સરલજીવનદાસ અને રૂમ નંબર 38માં રહેતા યોગી ચરણ સ્વામી, ભક્તિ સૌરભ સ્વામીનાં નિવેદનો લીધાં હતા. આપઘાતમાં વપરાયેલું ગાતરિયું અને મૃતકનો મોબાઈલ તેમજ વીસેરા  એફએસએલમાં મોકલવામાં આવશે. કેટલાક હરિભક્તોએ પોલીસ પર દબાણ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

હરિધામમાં રહેતા 69 વર્ષીય ગુણાતીત ચરણ સ્વામીએ ગત બુધવારે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. હરિધામના વહીવટદારો આપઘાતની ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં હતા ત્યારે જ પોલીસ પહોંચી હતી, મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતુ. જેમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આ કેસની વિવિધ પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch