Fri,26 April 2024,8:29 am
Print
header

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે મનોજ સિન્હાની વરણી, ગુજરાત કેડરના જીસી મુર્મૂએ આપ્યું હતુ રાજીનામું

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ રાજીનામું આપ્યું છે. કલમ 370 દૂર થયા પછી ઓક્ટોબર 2019માં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ નિમવામાં આવ્યાં હતા. મુર્મૂના સ્થાને મનોજસિંહાની વરણી કરવામાં આવી છે.

મુર્મૂ ગુજરાત કેડરની 1985 બેચના અધિકારી છે અને કેન્દ્રીય નાણા મંત્રાલયમાં પણ કામગીરી કરી ચુક્યાં છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી તેનુ એક વર્ષ પૂરું થવા સમયે જ તેમણે રાજીનામું આપ્યું છે. મોદીના નજીકના ગણાતા મુર્મૂને દિલ્હીમાં મોટી જવાબદારી આપવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જમ્મુ -કાશ્મીરના ઉપરાજયપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂનું રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીકારી લીધું છે. મુર્મૂના સ્થાને મનોજ સિંહાની વરણી કરવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે, મુર્મૂને કેન્દ્રમાં નવો કાર્યભાર સોંપવામાં આવી શકે છે.

મોદી સરકારે ગત વર્ષે 5 ઓગસ્ટનાં રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધી હતી.જે બાદ 31 ઓક્ટોબરે મુર્મૂને ઉપરાજ્યપાલ બનાવાયા હતા

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch