Tue,07 May 2024,6:25 pm
Print
header

સુરતના જાણીતા સુરાણા ગ્રુપ પર આઈટીના દરોડા, કરોડો રૂપિયાના બેનામી વ્યવહોર મળ્યાં- Gujarat Post

સુરતઃ ઈન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા બિલ્ડર સંજય સુરાણા ગ્રુપ પર દરોડા પાડ્યાં છે. શુક્રવાર સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે. હજુ પણ તપાસ ચાલી રહી છે, જેમાં ટેક્સ ચોરીનો આંકડો વધી શકે છે.

સુરાણા ગ્રુપ ઉપરાંત રીંગરોડના યાર્નના વેપારીઓ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઇ રહી છે.ચાર ઉદ્યોગપતિઓની ઓફિસો અને ઘર સહિત એક ડઝનથી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  આવકવેરા વિભાગની કાર્યવાહીથી શહેરના અન્ય બિલ્ડરો અને વેપારી જૂથોમાં ખળભળાટ મચી ગયો છે. માર્કેટ ખુલતાની સાથે જ આઇટીના દરોડા શહેરના વેપારીઓ અને બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બન્યાં છે.

દિવાળી બાદ શરૂ કરાયેલા આવકવેરાના દરોડામાં મોટા પાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. સંજય સુરાણા ગ્રૂપની વાત કરીએ તો આ જૂથે શહેરમાં મોટું કોમર્શિયલ- રેસિડેન્શિયલ એમ્પાયર બનાવ્યું છે.

થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી આર.આર. કેબલ નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યાં હતા. વડોદરા આઈટી વિભાગની ટીમે અમદાવાદ, સુરત અને સેલવાસમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. IT વિભાગના દરોડામાં મોટાપાયે ટેક્સ ચોરી સામે આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch