Sat,27 April 2024,3:51 am
Print
header

કોંગ્રેસ દિશાહિન પાર્ટી, હું ભાજપનો સૈનિક બનીને રહીશઃ હર્ષદ રિબડીયા- gujaratpost

હર્ષદ રિબડીયાએ કહ્યું કે ભાજપ દ્વારા મને કોઈ રૂપિયાની ઓફર નથી કરવામાં આવી 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટુ નેતાઓ તેમનો રંગ દેખાડી રહ્યાં છે.એક તરફ કોંગ્રેસ ચૂંટણી પ્રચારની રણનીતિમાં લાગી છે અને બીજી તરફ તેમના નેતાઓ ભાજપમાં જઇ રહ્યાં છે. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને હર્ષદ રિબડિયા હવે ભાજપમાં જોડાઇ ગયા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેમના અનેક સમર્થકો પણ ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમને કહ્યું કે મને ભાજપે રૂપિયાની ઓફર નથી કરી, મને તો જે તે વખત કોંગ્રેસના જ નેતાઓએ 40 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.જેઓ અહેમદ પટેલને રાજ્યસભામાં હરાવવા માંગતા હતા તેઓએ જ આ ઓફર કરી હતી.રિબડીયા ભાજપમાં જોડાઈ જતા વિસાવદર બેઠક પરથી ભાજપ તેમને ટિકિટ આપી શકે છે. તેઓ એક ખેેડૂત નેતા છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપની તેમના પર નજર હતી. હવે રિબડિયાએ કહ્યું છે કે કોંગ્રેસ દિશાહિન છે અને હું ભાજપનો સૈનિક બનીને રહીશ.

એક દિવસ પહેલા કોંગ્રેસ નેતા ઉદયસિંહ ચૌહાણે કોંગ્રસ ઉપ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતુ. તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ નેતાઓ અને ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch