Wed,08 May 2024,8:32 am
Print
header

એક જ ઝાટકે હાર્દિકે કોંગ્રેસની આટલી બધી પોલ ખોલી નાખી, અહીં જાતિવાદની રાજનીતિ-Gujarat post

કાર્યકારી પ્રમુખની જવાબદાર શોભાના ગાંઠિયા સમાન હતી- હાર્દિક પટેલ

યુવાનોની વાત આવી કે પેપર લીકની વાત, કોંગ્રેસે મને ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરવા ન દીધીઃ હાર્દિક પટેલ

કોંગ્રેસમાં ફક્ત પાટીદારોને જ અન્યાય થયો છે તેવું નથી. દલિતો સહિત બધા વર્ગને અન્યાય જ કરવામાં આવે છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ કોંગ્રેસ છોડનારા હાર્દિક પટેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસની અનેક પોલ ખોલી નાખી છે.કહ્યું કે કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી અને ત્રણ વર્ષની અંદર કોંગ્રેસમાં કામ કરીને સમય બરબાદ કર્યો છે. કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરે છે. મારી કાર્યકારી પ્રમુખની જવાબદાર શોભાના ગાંઠિયા સમાન હતી, હાર્દિક પટેલે કહ્યું કોંગ્રેસના નેતાઓ જાતિવાદની રાજનીતિ છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાય છે. નરહરિ અમીન જેવા દિગ્ગજ નેતાને આવી રીતે જ હટાવી દેવાયા હતા. જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ શરૂ કરી દેવાય છે. 

ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના લોકો તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે.ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી.ગુજરાતમાં અનેક નેતાઓ અને ધારાસભ્યો એવા છે જેમનો માત્રને માત્ર કોંગ્રેસના 7-8 નેતાઓ ઉપયોગ જ કરે છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સત્તામાં બેસીને પાર્ટીમાં વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7 થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમના સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાંખે છે.

રઘુ શર્માએ સચિન પાયલોટ સાથે ગદ્દારી કરી 

કોંગ્રેસ ધર્મના નામે પણ ખોટી રાજનીતિ કરે છે

કોંગ્રેસ દેશ વિરોધી કૃત્યો કરી રહી હોવાનો આરોપ 
 

હાર્દિક પટેલે કહ્યું 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત આક્રમકતાથી કરવા કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. ગુજરાત કોંગ્રેસે એક પણ જવાબદારી મને આપી નથી. કોંગ્રેસના નેતાઓ મને કહેતા હતા કે તારા જેવા યુવાનોની જરૂર છે. પરંતુ મને કામ કરવા દેવાયું નથી.

હાર્દિકે કહ્યું કે રાહુલ ગાંધીને ગુજરાતના પ્રશ્નો કરતા મોબાઇલ જોવામાં વધુ રસ હોય છે, ગુજરાત કોંગ્રેસના 7-8 નેતાઓએ બધુ બરબાદ કરી નાખ્યું છે. કોંગ્રેસમાં કોઇ લોકશાહી નથી, આ લોકોએ માત્ર મોદી સરકારનો વિરોધ જ કર્યો છે. મને ગર્વ છે કે મેં કોંગ્રેસ છોડી છે અને હું હાલમાં કોઇ પાર્ટીમાં જવાનો નથી, હું આગળ પણ લડત આપતો રહીશ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch