Fri,26 April 2024,10:22 am
Print
header

લઠ્ઠાકાંડઃ એમોસ કંપનીમાંથી દસ્તાવેજોની હેરાફેરી થયાની આશંકા, સમીર પટેલને ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યો હોવાની શક્યતા– Gujarat Post

સમીર પટેલને પોલીસે પાઠવ્યું છે સમન્સ

એમોસ કંપનીનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું 

અમદાવાદઃ બરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં એક સાથે 600 લીટર મિથાઇલ આલ્કોહોલ કેમીકલનો જથ્થો કંપનીના કર્મચારીએ જ ચોરી કરીને બુટલેગરોને આપ્યાંની થિયરી હવે શંકાના ઘેરાવામાં આવી છે. નશાબંધી અને આબકારી ખાતાના વિભાગના દરોડામાં કંપનીમાંથી આઠ હજાર લીટર જેટલો મોટો જથ્થો સીલ કરાયો હતો. આ એમોસ કંપની હવે સંપૂર્ણ રીતે શંકાના ઘેરાવામાં આવી ગઇ છે. અને આ કંપની પહેલાથી જ આ જથ્થો વેચી રહી હોવાની શક્યતા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે એમોસ કંપની ચાંગોદરની ફિનાર કંપનીમાંથી બલ્કમાં કેમીકલનો જથ્થો મેળવીને તેને અઢી લીટરના પેકમાં વિવિધ લેબોરેટરી અને કંપનીઓમાં વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ, તપાસમાં ખોટા બિલ બનાવીને જથ્થો બારોબાર દારૂ બનવાવા માટે અગાઉ પણ સપ્લાય કરાયાનું કંપનીના કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે. ફિનારમાંથી આવેલો જથ્થો અને બહાર મોકલવામાં આવતા સ્ટોકમાં પણ મોટો ફેર આવતો હોવાથી સમીર પટેલ દ્વારા કોઇ ચોક્કસ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની પોલીસની આશંકા મજબુત બની છે.

લઠ્ઠાંકાડમાં જવાબદાર કેમીકલ એમોસ કંપનીમાંથી આવ્યું હોવાનું ખુલ્યાં બાદ ઘટનાના બીજા જ દિવસે એમોસ કંપનીના પીપળજ ખાતે આવેલા ગોડાઉન અને પંચવટી ખાતે આવેલી કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ખાતે કેટલાંક શંકાસ્પદ ડોક્યુમેન્ટ ધરાવતી ફાઇલો અને કોમ્પ્યુટરના ડેટાને હટાવી દેવામાં આવ્યાંનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જેથી લઠ્ઠાંકાડની ઘટના બાદના સીસીટીવીને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

સમીર પટેલને રાજકીય પીઠબળ આપનારા મંત્રીઓ અને નેતાઓએ પણ હાથ ઉંચા કરી લેતા હવે સમીર પટેલ પર કેમીકલ કાંડ ઉપરાંત ધંધામાં ગેરરીતિનો ગાળિયો મજબુત બન્યો છે. જેને આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. લઠ્ઠાંકાંડ બાદ સમીર પટેલને રાજકીય ઇશારે ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. નોંધનિય છે કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 57 લોકોનાં મોત થઇ ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch