Sat,27 April 2024,9:36 am
Print
header

ગુજરાતીઓને ભાજપનો વાયદો, આયુષ્યમાન કાર્ડની મર્યાદા રૂ. 5 લાખથી વધારીને 10 લાખ, 20 લાખ યુવાનોને રોજગારીનું વચન- Gujarat Post News

ભાજપના સંકલ્પ પત્રમાં 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગારીનું વચન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે ગાંધીનગર કમલમ ખાતે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, જેમાં ખેતી,આરોગ્ય અને યુવા રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો ફરીથી ભાજપની સરકાર આવશે તો 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારી અને આયુષ્યમાન ભારત યોજનાની વાર્ષિક મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાનું વચન આપ્યું છે. જેનો લાખો લોકોને ફાયદો થશે.

ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ માટે 10 હજાર કરોડ રૂપિયા,ખેડ઼ૂત મંડળીઓ, APMC ને મજબૂત કરવી, વધારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા, સિંચાઈના નેટવર્કને મજબૂત કરવા 25 હજાર કરોડ રૂપિયાના બજેટનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે.

ભાજપના વચનો 
- IITની જેમ ગુજરાતમાં ચાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપનાનું વચન
- આયુષ્યમાન કાર્ડની મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ.10 લાખ
- 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગારી મળશે
- ગૌશાળાઓને મજબૂત કરવા રૂ.500 કરોડનું વધારાનું બજેટ
- આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરા મેડિકલ કોલેજોનું વચન
- દરેક વ્યક્તિને ઘરનું ઘર મળશે
- ફેમિલી કાર્ડના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લિટર તેલ
- KG થી PG સુધીની વિદ્યાર્થીનીઓને ફ્રિ માં શિક્ષણનો વાયદો
 

સૌરાષ્ટ્ર-એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવો, ગૌશાળાઓને મજબૂત કરવા રૂ.500 કરોડનું વધારાનું બજેટ, આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરા મેડિકલ કોલેજોનું વચન, દ્વારકામાં દેશનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનું વચન, સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત 20 હજાર શાળાઓ અપગ્રેડ કરાશે જેવા વચનો આપવામાં આવ્યાં છે.

ભાજપના વચનો 

- રૂ.25 હજાર કરોડના ખર્ચે સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે સી-ફૂડ પાર્ક બનાવાશે
- 20 હજાર સરકારી સ્કૂલોના વિકાસ માટે રૂ.10 હજાર કરોડનો ખર્ચ 
- શ્રમિકોને 2 લાખ રૂપિયાની લોન અપાશે
- યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે
- કટ્ટરવાદને દૂર કરવા સ્પે.સેલ બનાવાશે
- જાહેર સંપત્તિને નુકસાન કરનારા અસામાજિક તત્વો સામે કડક કાયદો
- ગુજરાતની ધરતી પર ઓલિમ્પિક્સ માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે
- આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર મળશે
- સિનિયર સીટીઝન મહિલાઓને બસમાં ફ્રી મુસાફરીનો વાયદો
- આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લવાશે
- આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરાશે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch