Fri,26 April 2024,10:24 am
Print
header

ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5Gની શરૂઆત, ટ્રુ 5G સેવા મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય- Gujarat Post

33 જિલ્લાઓમાં નવી ક્રાંતિની શરૂઆત 

અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5જી સર્વિસની શરૂઆત થઈ ગઈ છે. રિલાયન્સે આજે ટ્વિટ કરીને જણાવ્યું કે, ગુજરાતના ટ્રુ 5જી સેવા મેળવનારું પ્રથમ રાજ્ય બન્યું છે. આ સાથે જીયોટ્રા 5જી હવે ભારતના અનેક શહેરોમાં હાજર છે. જીઓએ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને આઇઓટી ક્ષેત્રમાં ટ્રુ 5 જી સંચાલિત પહેલની શ્રેણી શરૂ કરી છે. પછી તેને દેશભરમાં વિસ્તૃત કરશે.

શરૂઆતમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો એજ્યુકેશન-ફોર-ઓલ નામની પહેલ હેઠળ ગુજરાતની 100 શાળાઓનું ડિજિટાઇઝેશન કરાશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું કે, "ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જ્યાં 100 ટકા જિલ્લા મથકો આપણા ટ્રુ 5જી નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેકનીકની વાસ્તવિક શક્તિ દર્શાવવા માંગીએ છીએ અને તે 1 અબજ લોકોના જીવનને કેવી રીતે અસર કરી શકે છે તે સમજાવવા માંગીએ છીએ.

જિયોએ થોડા દિવસો પહેલા  જાહેરાત કરી હતી કે ટ્રુ 5જી હવે પૂણેમાં પણ ઉપલબ્ધ થશે, જેમાં 1જીબીપીએસ સુધીની ઝડપે અનલિમિટેડ 5-જીડેટા મળશે. દેશમાં આ સર્વિસથી હવે અનેેક કામોમાં સરળતા રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch