Fri,26 April 2024,8:47 pm
Print
header

ગુજરાત ટાઈટન્સના રોડ શો માં ઉમટ્યાં લોકો, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ મળ્યાં ટીમને- Gujarat post

ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો 

IPL માં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી

ગાંધીનગરઃ IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સની ટીમે શાનદાર જીત મેળવ્યાં બાદ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો છે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો થયો છે. ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો તેમાં જોડાયા હતાં. આ પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી, જીતનાર ટીમનો  અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. અહીં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ રોડ શોને લઈને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે.

રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2022નો ખિતાબ ગુજરાત ટાઈટન્સે પોતાના નામે કરી લીધો છે. આ જીત પછી ગુજરાત પર BCCI એ ધનવર્ષા કરીને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ આપી છે. રનર અપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યાં છે. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું છે. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યાં છે. ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch