Thu,02 May 2024,11:23 am
Print
header

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ કયા કયા વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને લઇને ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની કરી આગાહી 

અમદાવાદઃ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની ફરી આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.છેલ્લા 24 કલાકમાં કચ્છ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને ડાંગમાં વરસાદ પડ્યો છે. આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે.

આજે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લઇને શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આજે અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ગઇકાલે પાવાગઢમાં વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો જામ્યો હતો. ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, લીમખેડામાં વરસાદ નોંધાયો પડ્યો હતો. સુરતના ઓલપાડ તાલુકાનાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch